અરુણ રમણલાલ વામદત્ત

અતિ ઉચ્ચ દબાણ ઘટના

અતિ ઉચ્ચ દબાણ ઘટના (ultra high pressure phenomenon) : અતિ ઉચ્ચ દબાણની અસર તળે પદાર્થના ગુણધર્મોમાં થતા ફેરફારો. આધુનિક વિજ્ઞાનમાં દબાણ માપવા માટેનો એકમ બાર (bar) છે. 1 બાર = 106 ડાઇન/સેમી.2 = 0.9869 વાતાવરણ(atmosphere)નું દબાણ; 103 બાર = 1 કિ.બાર (k bar), 106 બાર = 1 મેગાબાર. એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી…

વધુ વાંચો >

અતિતરલતા

અતિતરલતા (superfluidity) : અતિ નીચા તાપમાને પ્રવાહી હીલિયમ(He)નું ઘર્ષણરહિત પ્રવાહ રૂપે વહન. ‘અતિતરલતા’ શબ્દપ્રયોગ સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક કેપિટ્ઝાએ 1938માં યોજ્યો હતો. એક વાતાવરણના દબાણે 4.2 K તાપમાને હીલિયમ વાયુ પ્રવાહી બને છે. આ તાપમાન કોઈ પણ પદાર્થના ઉત્કલનિંબદુ કરતાં નીચામાં નીચું છે. 4.2 K અને 2.19 Kની વચ્ચે પ્રવાહી હીલિયમ સામાન્ય…

વધુ વાંચો >

અતિવાહકતા

અતિવાહકતા (super-conductivity) : ચોક્કસ પરિસ્થિતિમાં વિદ્યુતવહન સામેનો અવરોધ (resistance) સંપૂર્ણપણે ગુમાવી દેવાનો પદાર્થનો ગુણધર્મ. વાહક ધાતુઓ અને મિશ્રધાતુઓમાં વિદ્યુતવહન સામે થતો અવરોધ તાપમાનના ઘટાડા સાથે ઘટે છે, તેમની વાહકતા વધે છે. નિરપેક્ષ (absolute) શૂન્ય(0 K)ની આસપાસ કેટલીક ધાતુઓનો વિદ્યુત અવરોધ લગભગ શૂન્ય બની જતાં તેઓ અતિવાહકતાનો ગુણ દર્શાવે છે. આવી ધાતુના…

વધુ વાંચો >

અંકીય પરિપથ

અંકીય પરિપથ (digital circuits) વિભિન્ન (discrete) મૂલ્યોના આદાન વોલ્ટેજને અનુરૂપ વિભિન્ન મૂલ્યોના પ્રદાન વોલ્ટેજ-સ્તર પેદા કરતાં પરિપથ. ગણતરી કરવા માટે માણસ પહેલાં આંગળીઓનો ઉપયોગ કરતો હતો. આમાંથી 1, 2, …,9 એમ અંકો મળ્યા. શૂન્ય પાછળથી ઉમેરાયેલું છે. જે ક્રિયામાં સ્વતંત્ર (discrete) એકમોનો ઉપયોગ થાય તેને અંકીય પ્રવિધિ (digital process) કહે…

વધુ વાંચો >

ઇલેકટ્રોનનું કાર્યફલન

ઇલેકટ્રોનનું કાર્યફલન (electronic work function) : ફર્મિ ઊર્જા જેટલી ઊર્જા ધરાવતા ઇલેકટ્રોનને ધાતુમાંથી, શૂન્યાવકાશ સ્તરને અનુરૂપ ઊર્જાસ્તર સુધી લાવવા માટેની જરૂરી ઊર્જા. આમ ઇલેકટ્રોન કાર્યફલનનાં પરિમાણ, ઊર્જાનાં પરિમાણ જેવાં છે. અર્ધવાહક (semiconductor) અને અવાહક (insulator) માટે ઇલેકટ્રોન કાર્યફલનની વ્યાખ્યા થોડીક જુદી છે. ઘન પદાર્થનું ઉષ્મીય ઉત્સર્જન (thermionic emission) નક્કી કરવા…

વધુ વાંચો >

ઉત્તેજન ઊર્જા (excitation energy)

ઉત્તેજન ઊર્જા (excitation energy) : પરમાણુ અથવા અણુની ઉત્તેજિત અને ધરાસ્થિતિ વચ્ચેનો ઊર્જાનો તફાવત. ‘ઉત્તેજન-ઊર્જા’ શબ્દપ્રયોગ ઇલેક્ટ્રૉન-ઉત્તેજન તેમજ અણુની કંપન અને ઘૂર્ણન અવસ્થાને પણ લાગુ પડે છે. ઉત્તેજન-ઊર્જા ઇલેક્ટ્રૉન વોલ્ટ eVમાં અને ઉત્તેજનવિભવ (excitation potential) વોલ્ટ Vમાં આપવામાં આવે છે. બોહરના સિદ્ધાંત પ્રમાણે સંક્રમણ સાથે સંકળાયેલા ફોટૉનની તરંગલંબાઈ અને બે…

વધુ વાંચો >

ઉષ્મા-સંદીપ્તિ

ઉષ્મા-સંદીપ્તિ (thermoluminiscence) : સ્ફટિક કે કાચ જેવો પદાર્થ 450o સે. જેટલો ગરમ થતાં પ્રકાશનું થતું ઉત્સર્જન. આવા પદાર્થમાં રહેલી ખામી નજીક આવેલા કેટલાક પરમાણુઓના બાહ્ય ઇલેક્ટ્રૉન ઉત્તેજિત અવસ્થામાં હોવાથી હોય છે. તેથી પદાર્થને ગરમ કરતાં વધારાની ઊર્જા પ્રકાશરૂપે મુક્ત થતી હોય છે. ઉત્સર્જનની તીવ્રતા ખામીની સંખ્યા સાથે સાંકળી લઈ શકાય.…

વધુ વાંચો >

ચુંબકીય દ્રવગતિકી (magnetohydrodynamics – MHD)

ચુંબકીય દ્રવગતિકી (magnetohydrodynamics – MHD) : દ્રવગતિકી (hydrodynamics) અને વિદ્યુત-ચુંબકીય (electromagnetism) નામની બે શાખાઓના સંયોજનથી મળતી ભૌતિકવિજ્ઞાનની એક ઉપશાખા. વિદ્યુત અને ચુંબકત્વ એ બે શાખાઓના યોગ્ય સંયોજન સ્વરૂપે વિદ્યુત-ચુંબકત્વ મળે છે. વિદ્યુત-ચુંબકત્વનો જે ભાગ વિદ્યુતપ્રવાહની અસર સાથે સંકળાયેલો છે તે જ ભાગ એમ.એચ.ડી. સાથે સંબંધિત છે. આથી આ વિજ્ઞાન વિદ્યુત-ચુંબકીય…

વધુ વાંચો >

પ્રકાશ-ક્રિસ્ટલશાસ્ત્ર (optical  crystallography)

પ્રકાશ-ક્રિસ્ટલશાસ્ત્ર (optical  crystallography) પ્રકાશ તથા દ્રવ્ય વચ્ચેની આંતરક્રિયા(interaction)ના દરેકેદરેક પાસાનો અભ્યાસ. પ્રકાશનું કિરણ જ્યારે ક્રિસ્ટલાઇન ઘન-પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તેનો વેગ, કંપન-દિશા (vibration direction) વગેરે જેવી લાક્ષણિકતાઓ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે : ઘન-પદાર્થનો પ્રકાર તથા પ્રકાશની પ્રસારણ-દિશા (direction of propagation). વળી, સામાન્ય રીતે પ્રકાશની તીવ્રતામાં ઘટાડો…

વધુ વાંચો >

પ્રકાશ-પ્રત્યાવસ્થા (photoelasticity)

પ્રકાશ–પ્રત્યાવસ્થા (photoelasticity) : પારદર્શક પદાર્થમાં થઈને પસાર થતા પ્રકાશ ઉપર પ્રતિબળ(stress)ની અસરનો અભ્યાસ. બેકેલાઇટ, સેલ્યુલૉઇડ, જિલેટિન, સિન્થેટિક રેઝિન તથા કાચ જેવી વસ્તુઓમાં સ્થિતિસ્થાપકતા, એકસમતા (homogeneity) વગેરે ગુણધર્મો હોવા ઉપરાંત તેઓ પ્રકાશીય રીતે સમદૈશિક (isotropic) પણ છે. તેઓ સામાન્ય રીતે વિરૂપણ (creep), એજિંગ તથા ધાર આગળના વિસ્થાપન(edge dislocations)થી મુક્ત પણ હોય…

વધુ વાંચો >