અનુ. પ્રહલાદ બે. પટેલ

ફૉસ્ફરસ-ઉદ્યોગ

ફૉસ્ફરસ-ઉદ્યોગ ફૉસ્ફરસ, ફૉસ્ફૉરિક ઍસિડ, ફૉસ્ફેટ લવણો, કૃત્રિમ ખાતરો અને ફૉસ્ફરસનાં વ્યુત્પન્નોનાં ઉત્પાદન સાથે સંકળાયેલો ઉદ્યોગ. ફૉસ્ફરસ-રસાયણો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. તેનાં રસાયણો ખાતર ઉપરાંત ઘણી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. ફૉસ્ફરસયુક્ત એસ્ટર-સંયોજનો કેટલાંક ધાતુ-કેટાયનો સાથે સંકીર્ણક્ષાર બનાવી તેમનું અલગીકરણ કરવા માટે વપરાય છે. કાર્બનિક અને અકાર્બનિક બહુલકોની બનાવટમાં…

વધુ વાંચો >

બહુલીકરણ (બહુલકીકરણ)

બહુલીકરણ (બહુલકીકરણ) (polymerization) : યોગ્ય પરિસ્થિતિમાં એક સંયોજનના નાના સક્રિય અને સાદા અણુઓ પુન: પુન: એકબીજા સાથે જોડાઈને મોટા અથવા વિરાટ અણુ બને તે રાસાયણિક પ્રક્રિયા. પ્રારંભિક પદાર્થ તરીકે વપરાતા આ નાના અણુઓ એકલકો (monomers) તરીકે ઓળખાય છે અને તે ઓછામાં ઓછાં બે પ્રક્રિયા-બિંદુઓ (reaction points) અથવા ક્રિયાશીલ (functional) સમૂહો…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી – તિરુવનન્તપુરમ્ (RRL)

રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી, તિરુવનન્તપુરમ્ (RRL) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સ્વાયત્ત સંસ્થા દ્વારા સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. તેના મુખ્ય ઉદ્દેશોમાં પ્રાદેશિક/રાષ્ટ્રીય કુદરતી સ્રોતોના ઇષ્ટતમ ઉપયોગ માટે સંશોધન અને વિકાસને લગતું કાર્ય, પર્યાવરણવિજ્ઞાન અને અપશિષ્ટ જળની માવજતને લગતું સંશોધન, જાતિગત (generic) ટૅકનૉલૉજી અંગે અતિ આધુનિક સંશોધન અને માનવ…

વધુ વાંચો >