અનિલા સુ. કાપડિયા

કૅન્સર – ભગોષ્ઠ(vulva)નું

કૅન્સર, ભગોષ્ઠ(vulva)નું : ભગોષ્ઠ સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ છે. તેમાં અલગ છિદ્રો દ્વારા યોનિ તથા મૂત્રાશયનળી ખૂલે છે. આમ તે અનુક્રમે પ્રજનનમાર્ગ અને મૂત્રમાર્ગનું બહારનું દ્વાર છે. સ્ત્રીઓનાં બાહ્ય જનનાંગમાં ગાંઠ કરતા વિવિધ પ્રકારના વિકારો ઉદભવે છે, જેમ કે દુ:પોષી ક્ષીણતા (dystrophy), અધિચ્છદાંત: નવવિકસન (intraepithelial neoplasia), બોવેનૉઇડ પેપ્યુલોસિસ, કોન્ડાયલોમા અને લાદીસમ(શલ્કસમ)કોષી…

વધુ વાંચો >

કૅન્સર – યોનિ(vagina)નું

કૅન્સર, યોનિ(vagina)નું : સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ ભગોષ્ઠ (vulva) છે. તેમાં છિદ્ર દ્વારા યોનિ ખૂલે છે. યોનિમાં ગર્ભાશયનો ગર્ભાશય-ગ્રીવા નામનો ભાગ છે જે એક છિદ્ર દ્વારા ખૂલે છે. યોનિનું દુ:વિકસન (dysplasia) અને અતિસીમિત કૅન્સર થવાનો દર ઘણો ઓછો છે. તેનું કારણ જાણમાં નથી પરંતુ વિષાણુઓ કેટલાક કિસ્સામાં કારણભૂત હશે તેમ મનાય…

વધુ વાંચો >