રોગનોંધવહી (disease registry) : ચોક્કસ વસ્તીવિસ્તારમાં અથવા હૉસ્પિટલમાં નવા નોંધાતા તથા સારવાર લેતા દર્દીઓની જે તે રોગ સંબંધિત માહિતીની નોંધપોથી. આરોગ્યલક્ષી માહિતી અંગેની પ્રણાલીઓ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેટલાંક માર્ગદર્શક સૂચનો કરેલાં છે. તે પ્રમાણે તે વસ્તી-આધારિત હોવી જોઈએ. તેમાં મેળવાયેલી જાણકારી અયોગ્ય સમૂહોમાં એકત્રિત કરેલી ન હોવી જોઈએ. તેમાં એકત્ર માહિતી કોઈ સમસ્યા-સંબંધિત હોવી…

વધુ વાંચો >

રોગ, વિકાર અને ચિકિત્સા : શારીરિક અને/અથવા માનસિક સ્વાસ્થ્યનો ભંગ અને તેની સારવાર. શારીરિક કે માનસિક ક્રિયામાં ઉદભવતી વિષમતાને પણ રોગ કહે છે. વિવિધ શબ્દકોશોએ ‘રોગ’ શબ્દની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘રોગ’ની વ્યાખ્યા કરી નથી. રોગનું લક્ષણપટ વિશાળ છે, તેમાં લક્ષણરહિત (asymptomatic) અથવા ઉપનૈદાનિક (subclinical) માંદગીથી માંડીને તીવ્ર અને ઘાતક દેહવિકારનો…

વધુ વાંચો >

રોગસ્થાનાંતરતા, કૅન્સરગત (cancer metastasis) : એક સ્થાનમાં ઉદભવેલા કૅન્સરના કોષો સ્થાનાંતર કરીને અન્યત્ર પ્રસ્થાપિત થાય તથા ત્યાં ગાંઠ સર્જે તેવી સ્થિતિ. કૅન્સરના રોગવાળા કોષો અમર્યાદ સંખ્યાવૃદ્ધિ કરે છે. આસપાસની પેશીમાં તથા લોહી અને લસિકા(lymph)ની નસોમાં આક્રમણ (invasion) કરે છે અને તેમના દ્વારા શરીરમાં અન્યત્ર ફેલાઈને બીજા અવયવોને અસરગ્રસ્ત કરે છે. ત્યાં તેઓ પ્રસ્થાપિત થાય છે…

વધુ વાંચો >

રોગાલૅન્ડ : નૉર્વેના નૈર્ઋત્ય છેડા પર આવેલો પ્રદેશ, એક પરગણું. ભૌગોલિક સ્થાન : તે આશરે 59° ઉ. અ. અને 6° 30´ પૂ. રે.ની આજુબાજુનો, 9,141 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમે ઉત્તર સમુદ્ર અને પૂર્વમાં બાયકલહાઇન-જુવેનના પ્રદેશો આવેલા છે. પશ્ચિમ કિનારો ટાપુઓ અને ફિયૉર્ડનાં લક્ષણોવાળો છે. આ કિનારા પર સાંકડા, ઊંડા ફાંટા તેના ભૂમિભાગમાં…

વધુ વાંચો >

રોગો, બાળકોના : શિશુઓ (infants), બાળકો અને તરુણો(adolescent)ના રોગો. તેને બાળરોગવિદ્યા(paediatrics) અંતર્ગત આવરી લેવામાં આવે છે. બાળરોગવિદ્યામાં શિશુઓ, બાળકો અને તરુણોની તબીબી સમસ્યાઓ અને તેના ઉકેલનો અભ્યાસ થાય છે. જુદા જુદા દેશોમાં જન્મસમયથી 14થી 18 વર્ષની વય સુધીના ગાળાનો તેમાં સમાવિષ્ટ કરાય છે. તેના નિષ્ણાતને બાળરોગવિદ (paediatrician) કહે છે. પુખ્ત વય કરતાં બાળકોની સમસ્યાઓ અલગ…

વધુ વાંચો >

રૉચેસ્ટર (1) : ઇંગ્લૅન્ડના કૅન્ટ પરગણામાં આવેલું શહેર અને પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 51° 24´ ઉ. અ. અને 0° 30´ પૂ. રે. પર લંડનથી પૂર્વ દિશાએ વહેતી મેડવે (Medway) નદીના કાંઠે આવેલું છે. લંડન અને રૉચેસ્ટર વચ્ચે માત્ર 15 કિમી.નું અંતર છે. રાજા એથેલબેર્હટ પહેલાએ ઈ. સ. 604માં સેન્ટ ઍન્ડ્ર્યુના દેવળની અહીં…

વધુ વાંચો >

રોજગાર વિનિમય કચેરી : નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી. ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકોને નોકરીની જરૂર હોય છે, પરંતુ પોતાને જેની જરૂર છે તેવી નોકરી કઈ જગ્યાએ મળી શકે તેમ છે તેની માહિતી તેમને હોતી નથી. પરિણામે કાં તો તેઓ બેકાર રહે છે અથવા…

વધુ વાંચો >