રૉકફેલર, નેલ્સન એ. (જ. 8 જુલાઈ 1908, બાર હાર્બર, મૅસેચૂસેટ્સ; અ. 26 જાન્યુઆરી 1979, ન્યૂયૉર્ક શહેર) : અમેરિકાના રાજકારણી, પૂર્વ ઉપપ્રમુખ, ન્યૂયૉર્કના પૂર્વ ગવર્નર, રિપબ્લિકન પક્ષના સમર્થનકાર અને કલાસંગ્રાહક. અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર જૉન ડી. રૉકફેલરના તેઓ પૌત્ર હતા. 1930માં ડાર્ટમથ કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા અને ન્યૂયૉર્ક, પૅરિસ અને લંડનની બૅંકોમાં કામ કરી બૅંકિંગ…

વધુ વાંચો >

રૉકિઝ પર્વતમાળા : ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું વિશાળ પર્વત-સંકુલ. આ સંકુલની પર્વતમાળાઓ ઉત્તર અમેરિકાના પશ્ચિમ ભાગમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની આરપાર 4,800 કિમી.થી વધુ લંબાઈમાં વિસ્તરેલી છે. તેની પહોળાઈ કેટલાંક સ્થાનોમાં આશરે 560 કિમી. જેટલી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પર્વતો ન્યૂ મેક્સિકો, કૉલોરાડો, યૂટાહ, વાયોમિંગ, ઇડાહો, મૉન્ટાના, વૉશિંગ્ટન અને અલાસ્કામાં કૅનેડાના આલ્બર્ટા અને બ્રિટિશ કોલંબિયામાં,…

વધુ વાંચો >

રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ : રૉકિઝ પર્વતોમાં આવેલો ગર્ત. આ ગર્ત યુ.એસ.ના પશ્ચિમ મૉન્ટાનાથી કૅનેડાના બ્રિટિશ કોલંબિયાની આરપાર પસાર થાય છે અને ફ્લૅટહેડ સરોવરની દક્ષિણે થઈને યુકોન નદીના ઉપરવાસના ઉદભવસ્થાન સુધી ઉત્તર-વાયવ્ય દિશામાં વિસ્તરે છે. આ ગર્ત રૉકિઝ પર્વતમાળાના પશ્ચિમ ઢોળાવને સમાંતર ચાલી જાય છે અને તે જૂની પશ્ચિમ હારમાળાના ઉગ્ર પશ્ચિમ ઢોળાવોને અલગ પાડે છે.…

વધુ વાંચો >

રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક : યુ.એસ.ના ઉત્તર-મધ્ય કૉલોરાડોમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના : 1915. તેનો એક ભાગ રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાથી બંધિયાર છે. તેનો વિસ્તાર 1,06,109 હેક્ટર જેટલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 3,000 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પણ ધરાવે છે. વળી તેમાં 4,277 મીટર ઊંચાઈવાળાં લૉન્ગ્સ પીક, પહોળી ખીણો, કોતરો, આલ્પાઇન સરોવરો…

વધુ વાંચો >

રૉકેટ પોતાના કદના એન્જિન કરતાં અધિક વધારે પાવર (=કાર્ય/સેકન્ડ) પેદા કરતું એન્જિન. રૉકેટના કદની મોટર કરતાં તે 3,000ગણો વધારે પાવર પેદા કરી શકે છે. રૉકેટ ઘણો વધારે પાવર પેદા કરી શકે છે પણ તેમાં ઈંધણ ઝડપથી બળી – ખલાસ થઈ જાય છે. જેમ વધુ ઈંધણ બળે છે તેમ તાપમાન વધુ વધે છે અને તે 3,300°…

વધુ વાંચો >

રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ) : આશરે 1750થી 1800 દરમિયાન પશ્ચિમ યુરોપની પ્રભાવક કલાશૈલી. રોકોકોની પુરોગામી બરોક કલાશૈલીમાં વેવલી (insipid) કોમળતા, ઠઠારા અને વૈભવપ્રદર્શનનો અતિરેક થતાં બરોક કલાનું સૌષ્ઠવ નંદવાયું અને રોકોકો કલાનો જન્મ થયો. ફ્રેન્ચ શબ્દ રોકોકોનો અર્થ છે : શંખ-અલંકરણ (shell-decoration). શંખમાં જોવા મળતા અંતર્ગોળ અને બહિર્ગોળ આકારોનું બાહુલ્ય રોકોકો શણગારમાં…

વધુ વાંચો >

રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન (જ. 21 ડિસેમ્બર 1896, વેલિકિય લુકી, રશિયા; અ. 3 ઑગસ્ટ 1968) : સોવિયેત યુનિયનના માર્શલ. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તે ઝારિસ્ટ લશ્કરમાં જોડાયા. 1917ની ક્રાન્તિ દરમિયાન તેઓ રેડ ગાર્ડમાં જોડાયા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે સામ્યવાદી પક્ષમાં તેમને નિમણૂક મળી અને માર્શલનો હોદ્દો પ્રાપ્ત કર્યો (1944). બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મૉસ્કો અને સ્ટૅલિનગ્રાડને બચાવવા…

વધુ વાંચો >

રૉક્સ : ઑસ્ટ્રેલિયાના સિડનીના બંદર નજીક આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે એટલો બધો જાણીતો છે કે અનેક પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. દર વર્ષે અહીં આશરે દસ લાખ જેટલા પ્રવાસીઓ તે જોવા માટે આવે છે. આ આખોય વિસ્તાર સિડનીના દરિયાકિનારાની અંતર્ગોળ કમાનની પશ્ચિમ બાજુએ આવેલો છે અને 23 હેક્ટર જેટલી ભૂમિ આવરી લે છે.…

વધુ વાંચો >

રોગનિયમન :  રોગ થવાની સંભાવનાનો દર, રોગનો સમયગાળો તથા તેના ફેલાવાની શક્યતા, તેની શારીરિક અને માનસિક અસરો તથા સમાજ પર તેના આર્થિક ભારણને ઘટાડવા માટે નિરંતર ચાલતું અભિયાન. નિયમનની પ્રક્રિયામાં પ્રાથમિક તથા દ્વૈતીયીક પૂર્વનિવારણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મોટાભાગના રોગનિયંત્રણ (disease control)-કાર્યક્રમોમાં આ બંને બાબતોને સમાવાય છે. આ પ્રકારનાં અભિયાનોમાં તૃતીય કક્ષાના પૂર્વનિવારણને…

વધુ વાંચો >