Posts by Jyotiben
ન્યૂક્લિયર ઇજનેરી
ન્યૂક્લિયર ઇજનેરી વિદ્યુત ઉત્પાદન માટે ન્યૂક્લિયર વિખંડન-પ્રક્રિયા ઉપર આધારિત ઇજનેરી. યુરેનિયમ જેવાં કેટલાંક દળદાર તત્વોના પરમાણુ-ન્યૂક્લિયસ સાથે ન્યૂટ્રૉનના અથડાવાથી ઊર્જાના ઉત્સર્જન સાથે તેનું આશરે સરખા એવા બે ટુકડાઓમાં વિખંડનઘટકોમાં વિભાજન થાય છે. ન્યૂક્લિયર વિખંડન નામે ઓળખાતી આ પ્રક્રિયામાં ઉચ્ચ ગતિશક્તિ ધરાવતા વિખંડન–ઘટકો ઉપરાંત ન્યૂટ્રૉન, ન્યૂટ્રિનો બીટા(β or beta)કણો અને ગામા (γ or gamma) કિરણો પણ…
વધુ વાંચો >ન્યૂક્લિયર ઊર્જા (nuclear energy)
ન્યૂક્લિયર ઊર્જા (nuclear energy) ન્યૂક્લિયર વિખંડન (fission) અથવા સંલયન(fusion)ની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા. ન્યૂક્લિયર ઊર્જા પરમાણુ-ઊર્જા તરીકે પણ ઓળખાય છે. અત્યારના તબક્કે જે કોઈ પ્રકારની ઊર્જાની જાણકારી પ્રવર્તે છે તેમાં ન્યૂક્લિયર ઊર્જા શક્તિશાળી સ્રોત છે. સૂર્યમાંથી મળતી અપાર ઉષ્મા-ઊર્જા અને પ્રકાશ-ઊર્જાનું મૂળ ન્યૂક્લિયર ઊર્જા છે. ન્યૂક્લિયર શસ્ત્રોની સંહારક ઊર્જાનું મૂળ પણ તે જ છે.…
વધુ વાંચો >ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance – NMR) (ભૌતિકશાસ્ત્ર)
ન્યૂક્લિયર ચુંબકીય અનુનાદ (nuclear magnetic resonance – NMR) (ભૌતિકશાસ્ત્ર) : રેડિયો-આવૃત્તિવાળા વિકિરણનું, દ્રવ્ય વડે શોષણ થવાથી જોવા મળતી અસર. પરમાણુની ન્યૂક્લિયસ, પોતાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ ચક્રીય ગતિ કરતી હોય છે. પરિણામે તે પ્રચક્રણ (spin) ધરાવે છે. પ્રચક્રણ કરતી ન્યૂક્લિયસ ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવે છે, જે કાયમી ચુંબકત્વ ધરાવતા પદાર્થનો એક ગુણધર્મ છે.…
વધુ વાંચો >ન્યૂક્લિયર દહનચક્ર (nuclear combustion cycle)
ન્યૂક્લિયર દહનચક્ર (nuclear combustion cycle) : 4 હાઇડ્રોજન ન્યૂક્લિયસ(પ્રોટૉન P)નું અતિ ઊંચા તાપમાને સંલયન (fusion) દ્વારા હિલિયમ ન્યૂક્લિયસ (આલ્ફા કણ – α)માં રૂપાંતર થવાની ઘટના. આ ઘટના બે રીતે થાય છે : (1) પ્રોટૉન-પ્રોટૉન(PP)-ચક્ર અને (2) કાર્બન-નાઇટ્રોજન(CN)-ચક્ર તરીકે. આ પ્રક્રિયાઓ દરમિયાન ઊર્જા મુક્ત થાય છે અને તેની સાથે પૉઝિટ્રૉન (e+) તથા ન્યૂટ્રિનો(υ)નું ઉત્સર્જન થાય છે.…
વધુ વાંચો >ન્યૂક્લિયર પ્રક્રિયાઓ (nuclear reactions)
ન્યૂક્લિયર પ્રક્રિયાઓ (nuclear reactions) : પરમાણ્વીય ન્યૂક્લિયસ અને પ્રતાડક કણ કે ફોટૉન (પ્રકાશના કણ) વચ્ચે થતી પ્રક્રિયા. ન્યૂક્લિયર પ્રક્રિયાને અંતે નવી ન્યૂક્લિયસ મળે છે. તે સાથે કણોનું ઉત્સર્જન પણ થાય છે; જેમ કે, નાઇટ્રોજન (147N) ઉપર હિલિયમ-ન્યૂક્લિયસ (42He) એટલે કે આલ્ફા (α) કણનું પ્રતાડન કરતાં, ઑક્સિજન (178O) અને હાઇડ્રોજન(11H)ની નવી ન્યૂક્લિયસ એટલે કે પ્રોટૉન (P)…
વધુ વાંચો >ન્યૂક્લિયર ફોટોગ્રાફિક ઇમલ્શન
ન્યૂક્લિયર ફોટોગ્રાફિક ઇમલ્શન : બ્રહ્માંડ-કિરણો(cosmic rays)માં રહેલા મેસૉન જેવા કેટલાક મૂળભૂત કણના અભ્યાસ માટેની પદ્ધતિઓમાંની એક. બૅકરેલે શરૂઆતમાં રેડિયોઍક્ટિવિટીના અભ્યાસ માટે સામાન્ય ફોટોગ્રાફિક પ્લેટનો ઉપયોગ કર્યો હતો. ફોટોગ્રાફિક પ્લેટ ઉપર સિલ્વર-બ્રોમાઇડ(AgBr)નું પાતળું પડ (film) હોય છે. આવા પાતળા સ્તર ઉપર રહેલા સિલ્વર-બ્રોમાઇડના રજકણ ઉપર આયનકારી (ionising) વિકિરણની અસર થતી હોય છે, જે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર…
વધુ વાંચો >ન્યૂક્લિયર બંધારણ (nuclear structure)
ન્યૂક્લિયર બંધારણ (nuclear structure) પરમાણુના હાર્દમાં રહેલા ધનવીજભારવાહી અને અત્યંત સઘન (dense) એવા નાભિકની સંરચના. ઇલેક્ટ્રૉન, પ્રોટૉન અને ન્યૂટ્રૉનની શોધ પછી એ સ્પષ્ટ બન્યું કે અવિભાજ્ય એવો પરમાણુ ચોક્કસ સંરચના ધરાવે છે અને તેમાં આ ત્રણ મૂળભૂત કણો રહેલા છે. ઇલેક્ટ્રૉનની કેટલીક લાક્ષણિકતાઓ એમ સૂચવે છે કે તે પરમાણુના બહારના ભાગમાં લગભગ 10–8 સેમી. વ્યાસવાળા…
વધુ વાંચો >ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝનન્સ (N.M.R.) (નાભિકીય ચુંબકીય અનુનાદ) (રસાયણશાસ્ત્ર)
ન્યૂક્લિયર મૅગ્નેટિક રેઝનન્સ (N.M.R.) (નાભિકીય ચુંબકીય અનુનાદ) (રસાયણશાસ્ત્ર) હાર્વર્ડના પર્સેલ તથા સ્ટૅનફૉર્ડના બ્લૉખ દ્વારા 1946માં એકબીજાથી સ્વતંત્ર રીતે વિકસાવાયેલ પરમાણુકેન્દ્રના ચુંબકીય ગુણધર્મો પર આધારિત વિશ્લેષણની અતિ મહત્વની પદ્ધતિ. તેના દ્વારા ચોક્કસ પરિસ્થિતિમાં રેડિયો-આવૃત્તિ પરિસર(radio-frequency range)ના તરંગો વાપરીને કાર્બનિક તેમજ જૈવિક સંયોજનોની સંરચના અંગેની વિગતપૂર્ણ માહિતી મળી શકે છે. રેડિયો-સ્પેક્ટ્રમિતીય પ્રવિધિના બે મુખ્ય પ્રકારો છે :…
વધુ વાંચો >ન્યૂક્લિયર રસાયણ (nuclear chemistry)
ન્યૂક્લિયર રસાયણ (nuclear chemistry) : પરમાણુના કેન્દ્ર(નાભિક)માં થતા ફેરફાર અથવા કેન્દ્રના રૂપાંતરણ (transformation) સાથે સંકળાયેલ રસાયણવિજ્ઞાનની શાખા. તેમાં સ્વયંભૂ (spontaneous) અને પ્રેરિત (induced) વિકિરણધર્મિતા (radioactivity), નાભિકો(nuclei)નાં ખંડન (fission) અથવા વિપાટન (splitting) અને તેમનાં સંગલન (fusion) અથવા સમ્મિલન(union)નો તેમજ પ્રક્રિયા-નીપજોના ગુણધર્મો, તેમના વર્તન તથા અલગીકરણ અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ન્યૂક્લિયર રસાયણમાં ભૌતિક તકનીકોનો બહોળો ઉપયોગ…
વધુ વાંચો >ન્યૂક્લિયર રિએક્ટર
ન્યૂક્લિયર રિએક્ટર : થોડાક ઈંધણને ભોગે વિપુલ પ્રમાણમાં ઊર્જા પેદા કરતી પ્રયુક્તિ (device). ન્યૂક્લિયર રિએક્ટરને પરમાણુ રિએક્ટર અથવા થપ્પી (pile) પણ કહે છે. ન્યૂક્લિયર રિએક્ટરમાં ન્યૂક્લિયસના વિખંડન(fission)ને કારણે પેદા થતી ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય છે. યુરેનિયમ (U) અથવા પ્લૂટોનિયમ (Pu) જેવી ભારે ન્યૂક્લિયસનું બે ટુકડામાં વિભાજન થઈ, ન્યૂટ્રૉન અને ઊર્જાઉત્સર્જનની ઘટનાને ન્યૂક્લિયર વિખંડન કહે છે.…
વધુ વાંચો >