રહોડોનાઇટ : પાયરૉક્સિન સમૂહમાં આવતું મગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnSiO3. સ્ફટિક વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે મેજ-આકાર, (001)ને સમાંતર, ખરબચડા, ગોળ ધારવાળા દળદાર, વિભાજનશીલથી ઘનિષ્ઠ; આ ઉપરાંત સૂક્ષ્મ દાણાદારથી સ્થૂળ દાણાદાર.

કઠિનતા : 5.5થી 6.5. ઘનતા : 3.57થી 3.76. સંભેદ : (110) પૂર્ણ, (10) પૂર્ણ, (001) સારી. પ્રભંગ : વલયાકારથી ખરબચડો; ઘનિષ્ઠ હોય ત્યારે ખૂબ જ ઢ. રંગ : ગુલાબીથી ગુલાબી-રાતો કે કથ્થાઈ- રાતો; કાળી પરિવર્તિત પેદાશોની શિરાઓવાળો; ભાગ્યે જ પીળો, રાખોડી. પારદર્શકથી પારભાસક. ચમક : કાચમય; સંભેદ-સપાટીઓ પણ મૌક્તિક. પ્રકાશીય અચલાંકો : α = 1.711–1.738, β = 1.716–1.741, γ = 1.724–1.751. પ્રકા. સંજ્ઞા : +ne; 2V = 63°–76°.

પ્રાપ્તિસ્થિતિ : કણશ: વિસ્થાપન કે ઉષ્ણજળજન્ય ક્રિયા દ્વારા અથવા જળકૃત ખડકોની વિકૃતિ દ્વારા ઉદભવેલા મગેનીઝધારક ધાતુખનિજ-નિક્ષેપોમાં મળે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ.નાં ન્યૂજર્સી, કૉલોરેડો, કૅલિફૉર્નિયા, મોન્ટાના, મૅસેચૂસેટ્સ અને મેઈન રાજ્યોમાંથી મળે છે. આ ઉપરાંત તે બ્રાઝિલ, ઇંગ્લૅન્ડ, સ્વીડન, ઇટાલી, હંગેરી, ફિનલૅન્ડ, રશિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, જાપાન તેમજ ન્યૂ સાઉથ વેલ્સ(ઑસ્ટ્રેલિયા)માંથી પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા