કિંગ્સટાઉન : સેન્ટ લૉરેન્સ ટાપુ અને ગ્રેનેડાઇન્સ ટાપુસમૂહની રાજધાની અને પ્રમુખ નગર. કૅરેબિયન સમુદ્રમાં બે ટાપુસમૂહો આવેલા છે : મહા એન્ટિલિસ અને લઘુ એન્ટિલિસ. કિંગ્સટાઉન શહેર મહા એન્ટિલિસ ટાપુસમૂહના સેન્ટ વિન્સેન્ટ ટાપુના દક્ષિણ ભાગમાં આવેલું છે. કૅરિબિયન કિનારે 13o 12′ ઉત્તર અક્ષાંશ અને 61o 14′ પશ્ચિમ રેખાંશ પર આ શહેર આવેલું છે.
વસંત ચંદુલાલ શેઠ