વઘઈવાલા, વેરા (જ. 30 જુલાઈ 1923) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1947માં ચિત્રકલાનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો.

અમૂર્ત અભિવ્યક્તિ માટે જાણીતા વઘઈવાલા પીંછીના ઋજુ લસરકા વડે ઋજુ સ્પંદનોનું ઉદ્દીપન કરવામાં સક્ષમ છે. આ દૃષ્ટિએ તેમની કલાને અલ્પતમવાદી (minimalist) કહી શકાય. તેમણે ‘બૉમ્બે ડાઇન્ગ’માં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર તરીકે પણ સેવા આપેલી છે. હાલમાં તેઓ મુંબઈમાં નિવાસ કરે છે અને કલાસર્જનમાં વ્યસ્ત છે.

અમિતાભ મડિયા