આડાચૌતાલ (ચારતાલ) : સંગીતના એક તાલનું નામ. આ તાલ વિલંબિત લયની ખ્યાલ ગાયકી સાથે તથા મધ્યલયની બંદિશ સાથે પણ વગાડાય. કેટલાક ગાયકો ધ્રુપદ ગાયકીમાં પણ તેનો ઉપયોગ કરે છે. માત્રા 14. તેના ખંડ 7. દરેક ખંડમાં બે બે માત્રાઓ. તાલી 1, 3, 7, 11 માત્રા ઉપર. ખાલી 5, 9, 13 માત્રા ઉપર. તાલના બોલ :
મુદ્રિકા જાની