આર્કટૉટિસ : લૅટિન Arctotis grandis L. કુળ Asteraceae (Compositae). સહસભ્યો : સૂરજમુખી, ગુલદાઉદી, ડેહલિયા, ભાંગરો વગેરે.

Arctotis-grandis

આર્કટૉટિસ

સૌ. "Arctotis-grandis" | CC BY-SA 4.0

એક કે દ્વિવર્ષાયુ, નાનો 40-60 સેમી. સુધી પથરાતો 50 સેમી. સુધી ઊંચો વધતો શિયાળુ મોસમી ફૂલછોડ. લાંબી ડાળીઓમાંથી ભૂરાશ પડતાં સફેદ પુષ્પો (જર્બેરા જેવાં) લટકતાં રહે છે. તેની પાંખડીઓ નીચે જોડાયેલી અને ઉપરથી છૂટી દેખાય છે. પુષ્પો રાત્રે બિડાઈ સવારે ખીલે છે. તેનું પુષ્પ એકાકી નથી હોતું, પરંતુ પુષ્પવિન્યાસ સ્તબક (capitulum) હોય છે. તેને બીજ કે કલમ(cutting)થી વાવી વધારી શકાય છે. કટ ફલાવર તરીકે ઉપયોગી.

મ. ઝ. શાહ