જતૂકર્ણ (ઈ. પૂ. 1000 આ.) : પુનર્વસુ આત્રેયના શિષ્યોમાંના એક. તેમણે જતૂકર્ણતંત્ર અથવા જતૂકર્ણસંહિતા લખી છે તેમ મનાય છે. આયુર્વેદમાં પ્રસિદ્ધ ટીકાકારો ચક્રપાણિ, જેજ્જટ, ડલ્હણ, અરુણ દત્ત, વિજય, રામેત, નિશ્ચલકર, શ્રીકંઠ દત્ત તથા શિવદાસ સેન બધાએ પોતપોતાની ટીકામાં જતૂકર્ણનાં ઉદાહરણો ટાંક્યાં છે. તથાપિ આજના આયુર્વેદ વાઙ્મયમાં જતૂકર્ણસંહિતા ઉપલબ્ધ નથી. જતૂકર્ણ અગ્નિવેશના સહપાઠી હતા.

 હરિદાસ શ્રીધર કસ્તૂરે