ભૂસંચલનવિદ્યા

January, 2001

ભૂસંચલનવિદ્યા (geotectonics) :  પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા ખડકજથ્થાઓનાં સ્વરૂપો, તેમની ગોઠવણી અને સંરચનાઓેને લગતું ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો સમન્વય કરતા ભૂભૌતિકશાસ્ત્ર સાથે સંકળાયેલી આ એક વિજ્ઞાનશાખા છે. આ શાખાને ભૂગતિવિજ્ઞાનના સમાનાર્થી શબ્દ તરીકે ઘટાવાય છે.

ગિરીશભાઈ પંડ્યા