બ્રેલ્વી, સૈયદ અબ્દુલ્લા (જ. 18 સપ્ટેંબર 1891, મુંબઈ; અ. 9 જાન્યુઆરી 1949) : ભારતના રાષ્ટ્રવાદી પત્રકાર. ઈ. સ. 1919માં બી. જી. હૉર્નિમૅનને અંગ્રેજ સરકારે દેશનિકાલ કર્યા તે પછી ‘બૉમ્બે ક્રૉનિકલ’નું પ્રકાશન બંધ કરી દેવાયું હતું. સરકારે આ પત્રની રૂ. 10.000ની જામીનગીરી-થાપણ પણ જપ્ત કરી હતી. થોડા સમય પછી પત્રનું પ્રકાશન ફરી શરૂ કરાયું ત્યારે તંત્રીપદ સૈયદ અબ્દુલ્લા બ્રેલ્વીને સુપરત કરાયું. તેમણે ‘બૉમ્બ ક્રૉનિકલ’ તથા ‘સેન્ટિનલ’ને સ્થિર કર્યાં. સ્વાતંત્ર્યસંગ્રામ તથા ગાંધીજી દ્વારા પ્રેરિત અસહકારની લડતને બ્રેલ્વીએ સંપૂર્ણ ટેકો આપ્યો હતો; પરંતુ 1959માં આ બંને પત્રોનું પ્રકાશન કંપનીએ બંધ કરી દીધું.
મહેશ ઠાકર