ચાંદી (ખનિજ) : એક રાસાયણિક તત્ત્વ. ચાંદીના તત્ત્વને Ag તરીકે ઓળખવામાં આવે છે. ચાંદી ધાતુ સ્વરૂપમાં હોય છે. તેની ઇલેક્ટ્રિક અને ઉષ્ણતા વાહકતા અન્ય ધાતુઓમાં સૌથી વધુ જોવા મળે છે.પ્રાચીન સમયમાં ચલણી સિક્કા બનાવવામાં ચાંદીનો ઉપયોગ થતો હતો. ચાંદી હાલના સંજોગોમાં કિંમતી ધાતુની કક્ષામાં આવે છે. અને તેનો એક કિલોનો બજાર ભાવ આશરે રૂ. 70000 છે. (ઑક્ટોબર 2023) ચાંદીનો ઉપયોગ આભૂષણ, દવાઓ, ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં (તેની ઇલેક્ટ્રિક વાહકતાને આભારી). રેણ (brazing), ફોટોગ્રાફી,મીઠાઈ પરના ચાંદીના વરખ તરીકે થાય છે.
રા. બં. : Ag.; સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વ. : ક્યૂબ; ઑક્ટહીડ્રન કે ડોડેકહીડ્રન રૂપ; સ્ફટિક લાંબા, જાળાકાર અથવા જાડા કે પાતળા તાર, ક્યારેક જથ્થામય, ક્યારેક જાડા પડ રૂપે, આવરણ રૂપે કે ભીંગડા રૂપે. સં. : અભાવ; ભં. સ. : તીક્ષ્ણ ખાંચાખૂંચીવાળી; ચ. : ધાતુમય; રં. : ચાંદી જેવો સફેદ, ખુલ્લો રહેવાથી રાખોડી બને કે કાળો પડે; ક. : 2.5થી 3; વિ. ઘ. : 10.5; પ્રા. સ્થિ. : ભૂપૃષ્ઠ નીચેના ઑક્સીભૂત વિભાગમાં મળે છે. અન્ય ચાંદીનાં ખનિજો સાથે સંકલિત; ઉષ્ણજળજન્ય ઉત્પત્તિથી તૈયાર થતા પ્રાથમિક ખનિજ તરીકે પણ બને. પ્રા. સ્થા. : દુનિયાભરમાં બહોળા પ્રમાણમાં પ્રાપ્ત; ખાસ કરીને પશ્ચિમ યુ.એસ., કૅનેડા, મેક્સિકો, બોલિવિયા, ચીલી, ફ્રાન્સ, જર્મની, ચેકસ્લોવૅકિયા, નૉર્વે, રશિયા, સાર્ડિનિયા અને ઑસ્ટ્રેલિયા.
ગિરીશભાઈ પંડ્યા