થોરિયેનાઇટ : થોરિયમનું વિકિરણધર્મી ખનિજ. રા. બં. : ThO2 [મુખ્યત્વે (Th, U) O2] ; સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે ક્યૂબ અને ક્યૂબોઑક્ટાહેડ્રન સ્વરૂપોવાળા ખડકોમાં જડાયેલા સ્ફટિકો કે કણોના સ્વરૂપે મળે. કાંપજન્ય નિક્ષેપોમાં જળ-ઘર્ષિત સ્વરૂપોમાં પણ મળે.
આંતરગૂંથણીવાળી યુગ્મતા–(111) ફલક પર વધુ સામાન્ય; સંભેદ : (001) અસ્પષ્ટ; ભં.સ. : વલયાકારથી ખરબચડી, બરડ; ચ. : અપારદર્શક, આછો ધાતુમયથી રાળમય; રંગ : કાળો, કથ્થાઈ-કાળો, ઘેરો રાખોડી; ક. : 6.5થી 7; વિ.ઘ. 9.991; પ્રા.સ્થિ. : પેગ્મેટાઇટમાં મુખ્યત્વે પ્રાથમિક ખનિજ તરીકે, પેગ્મેટાઇટમાંથી પ્રાપ્ત કણજન્ય ખનિજ તરીકે; પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ટ્રાન્સવાલ, શ્રીલંકા, માડાગાસ્કર, ભારત (કેરળ), સાઇબીરિયા.
ગિરીશભાઈ પંડ્યા