ટેન્ટ બ્રિજનું મેદાન : ઇંગ્લૅન્ડનું ક્રિકેટ માટેનું મેદાન. નૉટિંગહામશાયર કાઉન્ટીના આ મેદાન પર 1899ની પહેલી જૂને પહેલી વાર ટેસ્ટ મૅચ ખેલાઈ. ટેન્ટ બ્રિજ ઈનની માલિકણ વિધવા મહિલાએ ક્રિકેટના ચાહક વિલિયમ ક્લાર્ક સાથે લગ્ન કર્યાં. આ વિલિયમ ક્લાર્કે બાજુની જમીનનો ક્રિકેટના મેદાન તરીકે ઉપયોગ કર્યો. ઇંગ્લૅન્ડનાં મેદાનોમાં ટેસ્ટ મૅચ માટેનું આ દસમું મેદાન બન્યું છે. આ મેદાન એની સ્કૂલ કક્ષાના ખેલાડીઓથી માંડીને ટેસ્ટકક્ષાના ખેલાડીઓને ખેલવા માટેની જુદી જુદી પિચ માટે તેમ જ સૌથી વિશાળ જમીન ધરાવતું હોવાથી વિશેષ જાણીતું છે.
કુમારપાળ દેસાઈ