ખગોલમિતિ (astrometry) : ખગોલીય સંશોધનના મુખ્ય વિભાગ પૈકીનો એક વિભાગ. તેમાં ખગોલીય જ્યોતિનાં ચોક્કસ સ્થાન, તેમનાં અંતર તથા તેમની વાસ્તવિક (real) તેમજ દેખીતી ગતિના નિર્ધારણનો સમાવેશ કરવામાં આવે છે. ઐતિહાસિક સમયથી તેણે અગત્યનું પ્રદાન કરેલું છે. તેને સ્થિત્યાત્મક (positional) ખગોળશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાંના સમયમાં તેનો ઉલ્લેખ ગોલીય (spherical) ખગોળશાસ્ત્ર અથવા પ્રયોગાત્મક (practical) ખગોળશાસ્ત્ર તરીકે પણ થતો હતો.
પ્ર. દી. અંગ્રેજી