ક્લાર્ક, ડબ્લ્યૂ. બી. (રેવ.)

January, 2010

ક્લાર્ક, ડબ્લ્યૂ. બી. (રેવ.) (જ. 2 જૂન 1798, ઇંગ્લૅન્ડ; અ. 16 જૂન 1878, સીડની, ઑસ્ટ્રેલિયા) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી. પણ પછીથી ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થાયી થયેલા. તેઓ ઑસ્ટ્રેલિયામાં ભૂસ્તરશાસ્ત્રનો પાયો નાખનાર હતા. મુખ્યત્વે સ્તરવિદ (stratigrapher) હતા. સાઇલ્યુરિયન કાળના ખડકસ્તરોનો તેમણે અભ્યાસ કર્યો હતો. ઑસ્ટ્રેલિયામાં મૂળ સ્થાનમાંથી (in situ) સોનું શોધી કાઢનાર તેઓ પહેલા હતા.

ગિરીશભાઈ પંડ્યા