ગૌણ મૅગ્મા : પરિવર્તિત મૅગ્મા. મૅગ્મા તરીકે ઓળખાતો ખડકોનો પીગળેલો રસ જાડો અને સ્નિગ્ધ (pasty) હોય છે. ખડકવિદ્યાની ર્દષ્ટિએ મૅગ્માના બે પ્રકાર પાડેલા છે : (1) મુખ્ય અથવા બિનપરિવર્તિત મૅગ્મા અને (2) ગૌણ મૅગ્મા અથવા પરિવર્તિત મૅગ્મા. જે મૅગ્મામાં સ્વભેદનની ક્રિયા થયેલી છે એવા મૅગ્માના સંચયસ્થાનની છતના કે દીવાલોના ખડકોને કારણે અશુદ્ધીકરણ થતું હોવાથી તે ગૌણ અથવા પરિવર્તિત મૅગ્મા તરીકે ઓળખાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે