એન્કેરાઇટ : ડોલોમાઇટને મળતું આવતું ખનિજ – કૅલ્શિયમ મૅગ્નેશિયમ – લોહ કાર્બોનેટ. રા. બં. – Ca(FeMg)(CO3)2; સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ.  ર્હોમ્બોહેડ્રોન સ્વરૂપે, જથ્થામય; રં. – સફેદ, રાખોડી, કથ્થાઈ; સં. – રહોમ્બોહેડ્રોનને સમાંતર; ચ. – કાચમયથી મૌક્તિક; ભં. સ. – વલયાકારવત્ બરડ; ક. – 3.5થી 4.0; વિ. ઘ. – 2.97; પ્ર. અચ. – વક્રી. – FeMgના ગુણોત્તર પ્રમાણે બદલાય છે. ω = 1.728, ε = 1.531 < પ્ર. સં. – એકાક્ષી (-ve); પ્રા. સ્થિ. – અસાર ખનિજ તરીકે સોનાની ખાણોમાં, સલ્ફાઇડ શિરાઓમાં તેમજ લોહધાતુખનિજોની ખાણોમાં.

વ્રિજવિહારી દીનાનાથ દવે