ગુલાબ કાતર (secateures) : છોડની નાનીમોટી ડાળીઓ સરળતા અને સહેલાઈથી કાપી શકાય તે માટેની મોટી કાતર. ગુલાબની કાંટાવાળી વાંકીચૂકી ડાળીઓ કાપવા માટે ખાસ અનુકૂળ હોવાથી તેને ગુલાબ કાતર કહે છે. ડાળી કાપવાનું પાનું પોપટની ચાંચ જેવું વાંકું હોય છે અને પાછળના હાથાના ભાગમાં સ્પ્રિંગ હોય છે. તેથી તે ડાળી ઉપર જલદી પકડ જમાવે છે. લોઢાની કાતર જલદીથી કટાઈ જતી હોવાથી સ્ટીલની વાપરવી હિતાવહ છે.
મ. ઝ. શાહ