હાયપરસ્થીન
February, 2009
હાયપરસ્થીન : પાયરૉક્સિન સમૂહનું ખનિજ. ઑર્થોપાયરૉક્સિન. રાસા. બં. : (Mg·Fe) SiO3 અથવા (Mg·Fe)O SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમેટિક ઓછા પ્રમાણમાં મળે; સામાન્ય રીતે દળદાર, પર્ણવત્; પારભાસકથી અપારદર્શક. યુગ્મતા (100) ફલક પર સાદી અને પર્ણ જેવી. સંભેદ : (210) સારી; (100) અને (010) ફલકો પર વિભાજકતા મળે. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : મૌક્તિક, રેશમી, કાચમય, કાંસા જેવી. રંગ : કથ્થાઈ-લીલો, રાખોડી-કાળો, લીલો-કાળો, કથ્થાઈ. ચૂર્ણરંગ : રાખોડીથી કથ્થાઈ-રાખોડી. કઠિનતા : 5થી 6; વિ. ઘ. : 3.42થી 3.84. પ્રકા. અચ. : α = 1.692, β = 1.702, γ = 1.705. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 90°.
પ્રાપ્તિસ્થિતિ : નોરાઇટ, ગૅબ્બ્રો અને ઍન્ડેસાઇટ જેવા બેઝિક અગ્નિકૃત ખડકોમાં ખનિજ-ઘટક તરીકે બહોળા પ્રમાણમાં મળે; ચાર્નોકાઇટ, નાઇસ, ઍમ્ફિબોલાઇટ અને અન્ય વિકૃત ખડકોમાં મળે; કેટલીક ઉલ્કાઓમાંથી પણ તે મળેલું છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, ગ્રીનલૅન્ડ, સ્કૉટલૅન્ડ, નૉર્વે, જર્મની, રુમાનિયા, ફિનલૅન્ડ, જાપાન, ભારત તેમજ અન્યત્ર.
ગિરીશભાઈ પંડ્યા