સ્નેલનો નિયમ
January, 2009
સ્નેલનો નિયમ : આપાતકોણ અને વક્રીભૂતકોણ વચ્ચેનો સ્થાપિત સંબંધ. તેને વક્રીભવનનો નિયમ પણ કહે છે. સ્નેલનો નિયમ નીચેના સૂત્રથી અપાય છે :
જ્યાં m અચળાંક છે જેને વક્રીભવનાંક કહે છે. ∈ અને ∈´ અનુક્રમે આપાતકોણ અને વક્રીભૂતકોણ છે. n1 અને n2 અનુક્રમે માધ્યમ 1 અને 2 વક્રીભવનાંક છે. c1 અને c2 અનુક્રમે માધ્યમ 1 અને 2માં પ્રકાશનો વેગ છે. ગુણોત્તર અચળ હોય છે અને તે માધ્યમોનો દ્રવ્ય ઉપર આધાર રાખે છે.
અહીં પ્રથમ માધ્યમમાં આપાત કિરણ, બે માધ્યમોને જોડતી સપાટીને તથા બીજા માધ્યમમાં વક્રીભૂત કિરણ એક જ સમતલમાં હોય છે. પ્રકાશીય રીતે વધુ ઘટ્ટ (dense) માધ્યમમાં (n1 < n2, c1 > c2) કિરણ પ્રવેશ કરતાં તે લંબ તરફ વક્રીભૂત થાય છે જ્યારે તે કિરણ ઓછા ઘટ્ટ માધ્યમમાં (n1 > n2, c1 < c2) પ્રવેશ કરે છે ત્યારે તે લંબથી દૂર વક્રીભૂત થાય છે.
પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં દાખલ થતાં તે લંબ તરફ વક્રીભૂત થાય છે.
શીતલ આનંદ પટેલ