સેન્ટ હેલેન્સ : ઇંગ્લૅન્ડના મર્સિસાઇડમાં આવેલું શહેર અને ઉત્પાદક મથક. ભૌગોલિક સ્થાન : 50° 42´ ઉ. અ. અને 1° 06´ પ. રે.. તે બ્રિટનનું કાચ-ઉત્પાદન કરતું મોટામાં મોટું મથક છે; અહીં સમતળ કાચ, ટેબલ પર રાખવાના પટકાચ, કાચનાં પાત્રો તૈયાર થાય છે. અહીંના અન્ય ઉદ્યોગોમાં ઇજનેરી ઉદ્યોગ, કાપડ અને ઔષધીય એકમોનો સમાવેશ થાય છે. આ શહેર નજીક કોલસાની ખાણો પણ આવેલી છે. તે ઉપરાંત અહીં હેયડૉક પાર્ક, ઘોડદોડ સ્પર્ધા સ્થળ પણ છે.
સેન્ટ હેલેન્સ નામનું એક વિહારધામ ઇંગ્લૅન્ડની દક્ષિણે કાંઠા નજીક આવેલા ‘આઇલ ઑવ્ વ્હાઇટ’ ટાપુ પર પણ છે. ભૌગોલિક સ્થાન : 50° 42´ ઉ. અ. અને 1° 06´ પ. રે..
ગિરીશભાઈ પંડ્યા