શેઠ, શકુન્તલા (. 27 નવેમ્બર 1924, ગુજરાત પંજાબ [હાલ પાકિસ્તાનમાં]) : હિંદી કવયિત્રી. તેમણે હિંદીમાં એમ.એ. અને સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1942-46 સુધી હિંદી સાહિત્યિક અને રાજકીય સામયિક ‘ઉષા’નાં સંપાદિકા; જમ્મુ અને કાશ્મીર પાઠ્યપુસ્તક સલાહકાર સમિતિનાં સભ્ય; જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ કલ્ચરનાં સભ્ય; ઓરિયેન્ટલ લર્નિંગ ફૅકલ્ટી જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીનાં સભ્ય રહ્યાં હતાં.

તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સરસિજ’ (1986), ‘જ્યોતિકા’ (1986), ‘સંગીતકથાયેં’ (1986), ‘સમય ધીરા’ (1992), તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘રાસ્તા ઔર મંજિલ’ ઉલ્લેખનીય વાર્તાસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને હિંદી સાહિત્ય મંડળ તરફથી હિંદી સેવા સન્માન; મુલ્કરાજ ટ્રસ્ટ તરફથી જ્ઞાનદેવી જમનાદેવી ઍવૉર્ડ તથા પત્રકારિતા-સન્માનથી સન્માનિત કરાયાં છે.

બળદેવભાઈ કનીજિયા