શાકભાજીના પાકો

January, 2006

શાકભાજીના પાકો : શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓના પાકો. ભારતમાં દિનપ્રતિદિન શાકભાજીની જરૂરિયાત વધતાં તેનું વાવેતર લગભગ 60 લાખ હેક્ટરમાં થવા જાય છે; જેમાંથી લગભગ 750 લાખ ટન ઉત્પાદન મળે છે. આ ઉત્પાદનમાંથી દરેક વ્યક્તિને દરરોજ 150 ગ્રામ જેટલી શાકભાજી મળી રહે છે; જ્યારે સંતુલિત આહાર માટે દરરોજ વ્યક્તિદીઠ 285 ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શાકભાજીનું ઉત્પાદન વધારવું અત્યંત આવશ્યક છે. આ માટે જુદા જુદા શાકભાજીના પાકોની જાતોમાં સુધારેલી સંકર જાતો, રોગ-જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી જાતો અને વધારે ઉત્પાદન આપતી જાતો ઉત્પન્ન કરવાની તથા તેમાં વાવેતર હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર દર્શાવાઈ છે.

ટામેટાં, રીંગણ, મરચાં, કોબી, ફુલેવર જેવા શાકભાજીના પાકોમાં ધરુઓ તૈયાર કરી તેમની ફેરરોપણી કરવામાં આવે છે. ડુંગળી સિવાયના પાકોમાં સુધારેલી તેમજ સંકર જાતો હોવાથી તેમનુંં વાવેતર કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ મોંઘું હોવાથી ઓછામાં ઓછા બિયારણે પૂરતા પ્રમાણમાં છોડ મેળવવા તંદુરસ્ત ધરુઓ તૈયાર કરવામાં આવે તો વાવેતરનો ખર્ચ ઘટાડી શકાય છે. આ બાબતો ધ્યાનમાં લેતાં તંદુરસ્ત અને વધારેમાં વધારે ધરુઓના છોડ મેળવવા સારામાં સારો ધરુઉછેર જરૂરી હોય છે.

શાકભાજીના અગત્યના પાકોની માહિતી નીચે સારણી સ્વરૂપે આપવામાં આવી છે.

સારણી 1 : શાકભાજીના વિવિધ પાકો

ના. = નાઇટ્રોજન, ફૉ. = ફૉસ્ફરસ, પો. = પોટૅશિયમ

ક્રમ

પાકનું નામ વાવેતરનો સમય વાવણીનું અંતર ખાતરો સુધારેલી / સંકર જાતો ઉત્પાદન / હેક્ટર
1 2 3 4 5 6

7

1. ટામેટાં જુલાઈ-ઑગસ્ટ

સપ્ટેમ્બર-ઑક્ટોબર (125-150 ગ્રામ બીજ/હેક્ટર)

6075 x 45 સેમી.

90 x 60 સેમી.

છાણિયું ખાતર 20-25 ટન

150 : 100 : 100 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા. હા.-1, પુસા રૂબી,

પુસા. હા.-4, જૂનાગઢ રૂબી, ગુજ. ટામેટી-2, શ્રેષ્ઠ અર્કાવર્ધન

40,000થી 60,000 કિગ્રા.
2. મરચાં જુલાઈ-ઑગસ્ટ (450-500 ગ્રામ બીજ/હેક્ટર) 60 x 60 સેમી. છાણિયું ખાતર 20-25 ટન

100 : 50 : 50 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

જ્વાલા, એસ-49, જી. 4, ગુજ. મરચી-1, રેશમપટા, ભોલર 15,000થી 20,000 કિગ્રા. (લીલાં મરચાં)
3. રીંગણ જૂન-જુલાઈ

ઑક્ટોબર-નવેમ્બર

ફેબ્રુઆરી-માર્ચ

(200-250 ગ્રામ બીજ/હેક્ટર)

90 x 60 સેમી.

90 x 75 સેમી.

છાણિયું ખાતર 10થી 15 ટન

100 : 50 : 50

ના. ફૉ. પો. કિગ્રા./હેક્ટર

ડૉલી-5, મોરબી-4-2, આણંદ

રીંગણ-1, ગુજ. સં. રીંગણ-1

સૂરતી રવૈયાં, જૂનાગઢ લાંબા, પુસા પપેલ લૉંગ, પુસા પપેલ રાઉન્ડ

20,000થી 25,000 કિગ્રા.
4. ભીંડા જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ

(8-10 કિગ્રા. બીજ/હેક્ટર)

60 x 30 સેમી.

45 x 60 સેમી.

છાણિયું ખાતર 10-12 ટન

100 : 50 : 50

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પરભણીક્રાન્તિ ગુજ. હા.

ભીંડા-1, ગુજ. ભીંડા-2, પુસા સાવણી, પંજાબ-7

12,000થી 15,000 કિગ્રા.
5. દૂધી જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ

(3-4 કિગ્રા. બીજ/હેક્ટર)

2.3 x 1 મીટર

 

છાણિયું ખાતર 12-15 ટન

100 : 50 : 50

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પી.એસ.પી.એલ., પુસા નવીન,

અર્કા બહાર, પંજાબ લૉંગ, પંજાબ કોમલ

15,000થી 20,000 કિગ્રા.

 

6. તૂરિયાં જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ

(23 કિગ્રા. બીજ/હેક્ટર)

2 x 1 મીટર છાણિયું ખાતર 5થી 7 ટન

25 : 12.5 : 12.5

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા નસદાર, કોઇમ્બતુર-1

કોઇમ્બતુર2, જયપુરી

8,000થી 10,000 કિગ્રા.
7. ગલકાં જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ (2-3 કિગ્રા. બીજ/હેક્ટર)

2.0 x 1.0 મીટર

 

છાણિયું ખાતર 8થી 10 ટન

25 : 12.5 : 12.5

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા ચીકની, લોકલ 8,000થી 10,000 કિગ્રા.
8. કાકડી જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ

(23 કિગ્રા. બીજ/હેક્ટર)

2.0 x 1 મીટર

 

છાણિયું ખાતર

10 ટન

50 : 25 : 25

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

જાપાનીઝ લૉન્ગ ગ્રીન, સ્ટ્રેઇટ-8, પુસા સંયોગ, પુસા ખીરા, પ્રિયા, સોલાન હા-1 8,000થી 10,000 કિગ્રા.
9. કારેલાં જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ

(3-5 કિગ્રા. બીજ-હેક્ટર)

1.5 x 1.0 મીટર છાણિયું ખાતર 8થી 10 ટન

60 : 60 : 60

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પ્રિયા, પુસા દો-મોસમી, કોઇમ્બતુર લાંબા, પાદરા ટૂંકી 12,000થી 15,000 કિગ્રા.
10. ગુવાર જૂન-જુલાઈ

ફેબ્રુઆરી-માર્ચ

(7થી 12 કિગ્રા./હેક્ટર)

30 x 45 સેમી.

30 x 60 સેમી.

છાણિયું ખાતર 10થી 12 ટન

20 : 40 : 00

ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા નવબહાર, પુસા

સદાબહાર, શરદ બહાર, પી-28-11, આઈ.સી.-11388

10,000થી 12,000 કિગ્રા.

(લીલી શિંગો)

11. વાલોળ

પાપડી

ઑગસ્ટ-સપ્ટેમ્બર

(8થી 10 કિગ્રા./હેક્ટર)

120 x 90 સેમી.

100 x 75 સેમી.

છાણિયું ખાતર 10થી 12 ટન

20 : 40 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

વાલોળ વીરપુર, વાલોળ

દાંતીવાડા, ઈડર પાપડી, સૂરતી પાપડી, પુસા અર્લી પ્રૉલિફિક, કલ્યાણપુર ટી-1, ગુજ. પાપડી-1

8,000થી 10,000 કિગ્રા.

(લીલી શિંગો)

12. વાલ ઑગસ્ટ-સપ્ટેમ્બર

(8થી 10 કિગ્રા./હેક્ટર)

60 x 60 સેમી. છાણિયું ખાતર 10થી 15 ટન

20 : 40 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

અર્કાજય, અર્કાવિજય, ગુજરાત વાલ-1, પુસા અર્લી પ્રૉલિફિક 5,000થી 8,000 કિગ્રા.

(લીલી શિંગો)

13. વટાણા ઑક્ટો.-નવેમ્બર

(100થી 125 કિગ્રા./હેક્ટર)

10 x 30 સેમી.

10 x 45 સેમી.

 

છાણિયું ખાતર 10થી 12 ટન

20 : 40 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

અર્લી ડિસેમ્બર, અર્કેલ, અર્લીઅસોજી, અલાસ્કા, ર્લીબેજર, જવાહર મટર-4 10,000થી 15,000 કિગ્રા.

(લીલી શિંગો)

14. ડુંગળી ઑક્ટો.નવેમ્બર

(8થી 10 કિગ્રા./હેક્ટર)

15 x 10 સેમી. છાણિયું ખાતર 20થી 25 ટન 75 : 60 : 50 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર જૂનાગઢ લોકલ, તળાજા લાલ, નાસિક લાલ, પુસા વ્હાઇટ ફલેટ-131, એગ્રિ.ફાઉન્ડ લાઇટ રેડ, એગ્રિ.ફાઉન્ડ ડાર્ક રેડ 40,000થી 50,000 કિગ્રા.

(કાંદા)

15. લસણ ઑક્ટો.-નવેમ્બર

(300થી 600 કિગ્રા./હેક્ટર)

15 x 10 સેમી. છાણિયું ખાતર 20થી 25 ટન

50 : 50 : 50 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

ગુજરાત લસણ-1

ગુજરાત લસણ-2

ગુજરાત લસણ-3

ગુજરાત લસણ-10

7,000થી 9,000 કિગ્રા.
16. બટાટા નવેમ્બર બીજું અઠવાડિયું

(2500થી 3000 કિગ્રા./હેક્ટર)

45 x 15 સેમી. છાણિયું ખાતર 25થી 30 ટન

220 : 110 : 220 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

કુફરી બાદશાહ, પુંખરાજ, કુફરી બહાર, કુફરી જવાહર, એચ.પી.એસ.-1 ટી.પી.એસ.સી.-3, કુફરી લૌકર 35,000થી 40,000 કિગ્રા.
17. મૂળા ઑગસ્ટ-સપ્ટેમ્બર

(8થી 10 કિગ્રા./હેક્ટર)

30 x 10 સેમી. છાણિયું ખાતર 8થી 10 ટન

37.5 : 12.5 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા દેશી, પુસા રેશમી, પુસા હિમાની, પુસા ચેતકી, વ્હાઇટ આઇસિકલ, જાપાનીઝ વ્હાઇટ 15,000થી 20,000 કિગ્રા.
18. ગાજર સપ્ટેમ્બર-ઑક્ટોબર

(8થી 10 કિગ્રા./હેક્ટર)

30 x 10 સેમી. છાણિયું ખાતર 20 ટન

25 : 62.5 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા કેસર, નાન્ટિસ,   ચેન્ટની, લોકલ 28,000થી 30,000 કિગ્રા.
19. બીટરૂટ ઑગસ્ટ-નવેમ્બર

(10થી 12 કિગ્રા./હેક્ટર)

5 x 30 સેમી. છાણિયું ખાતર 20થી 25 ટન

60 : 100 : 60 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

ક્રાઇમસોન ગ્લોબ, ડેટ્રાઇટ ડાર્ક રેડ, ગોલ્ડન બીટ, સ્નો વ્હાઇટ, રૂબી ક્વીન, બુર્થીસ ગોલ્ડન 25,000થી 30,000 કિગ્રા.
20. શક્કરિયાં ઑક્ટોબર-નવેમ્બર

(1500 કિગ્રા. વેલા/હેક્ટર)

60 x 25 સેમી. છાણિયું ખાતર 10થી 15 ટન

75 : 50 : 75 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા સફેદ, પુસા લાલ, પુસા સોનેરી, કલેક્શન-71 ક્રોસ-4 25,000થી 30,000 કિગ્રા.
21. તાંદળજો ઑક્ટોબર-નવેમ્બર

(4થી 5 કિગ્રા.  હેક્ટર)

15 x 2030 સેમી. છાણિયું ખાતર 20થી 25 ટન

60 : 15 : 25 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

કોઇમ્બતુર-1, 2, 3

બડી ચોલાઈ, છોટી ચોલાઈ

200 કિગ્રા.
22. પાલખ ઑક્ટોબર-નવેમ્બર

(25થી 30 કિગ્રા./હેક્ટર)

15 x 20-30 સેમી. છાણિયું ખાતર 20થી 25 ટન

દરેક કાપણી પછી 20 નાઇટ્રોજન ક્રિગ્રા./હેક્ટર

ઑલગ્રીન, જોબનેર ગ્રીન, પુસા જ્યોતિ 10,000થી 17,000 કિગ્રા.
23. મેથી સપ્ટેમ્બરથી માર્ચ

(20થી 30 કિગ્રા./હેક્ટર)

30 x 10 સેમી. છાણિયું ખાતર 15 ટન

20 : 20 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

પુસા અર્લી બેન્ચિંગ, કસુરી સિલેક્શન, મેથી નં.-47, 14, ગુજરાત મેથી-1 સ્થાનિક જાતો 15,000થી 20,000 કિગ્રા.
24. ધાણા નવેમ્બર-ડિસેમ્બર

(20 કિગ્રા./હેક્ટર)

30 x 10 સેમી. છાણિયું ખાતર 5થી 7 ટન

20 : 10 : 00 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

ગુજરાત ધાણા-1, 2

સ્થાનિક જાતો

3,000થી 4,000 કિગ્રા.
25. આદું મે (1000-1200 (કિગ્રા./હેક્ટર) અંગુલી ગાંઠો 30 x 15 સેમી. છાણિયું ખાતર 8થી 10 ટન

60 : 40 : 60 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

સુપ્રભા, સુરુચિ, સુરાવી, થીંગપુરી, રાઓડી-જાનેરો તથા સ્થાનિક જાતો 25,000થી 30,000 કિગ્રા.
26. હળદર મે (માતૃગાંઠ

2800-3000 કિગ્રા./હેક્ટર)

22 x 30 સેમી.

30 x 30 સેમી.

છાણિયું ખાતર 30થી 35 ટન

60 : 60 : 60 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

સુગંધમ્, ગુજરાત હળદર-1

તથા સ્થાનિક જાતો

20,000થી 30,000 કિગ્રા.

 

27. ફુલેવર જુલાઈ-ઑગસ્ટ

સપ્ટેમ્બર-ઑક્ટોબર

45 x 30 સેમી.

60 x 30 સેમી.

છાણિયું ખાતર 10થી 15 ટન

200 : 75 : 37.5 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

અર્લી કુંવારી, પુસા કાતકિ, પુસા દીપાલી, પુસા સિન્થેટિક, પુસા સ્નોબૉલ, સ્નોબૉલ-16, પુસા સ્નોબૉલ કે-1 25,000થી 30,000 કિગ્રા.
28. કોબી જુલાઈ-ઑગસ્ટ

સપ્ટેમ્બર-ઑક્ટોબર

45 x 30 સેમી.

60 x 30 સેમી.

છાણિયું ખાતર 10થી 15 ટન

200 : 75 : 37.5 ના.ફૉ.પો. કિગ્રા./હેક્ટર

ગોલ્ડન એકર, પ્રાઇડ ઑવ્ ઇન્ડિયા, અર્લી ડ્રમ હેડ, પુસા ડ્રમ હેડ 25,000થી 30,000 કિગ્રા.

 

વિજયકુમાર ઇન્દુલાલ જોશી

કુરજીભાઈ મેઘજીભાઈ પટેલ