શર્મન, સિન્ડી (જ. 1954, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા ફોટોગ્રાફર. તેમણે બફેલો ખાતે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક ખાતે ફોટોગ્રાફીનો અભ્યાસ કરેલો. યુવા તરુણ-તરુણીઓની મૉડલ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમણે આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. અમેરિકાના પ્રસિદ્ધ પૉપ સામયિક ‘પ્લેબૉય’ના પૂંઠા ઉપર અને અંદર ઘણી વાર તેમણે લીધેલા ફોટોગ્રાફ છપાયા છે. તેમની જાણીતી ફોટો-શ્રેણીઓમાં સમાવેશ પામે છે : (1) વન ફ્રેમ મૂવી મૅકિન્ગ, (2) પ્રેટી બૉયઝ, (3) અન્ટાઇટલ્ડ ફિલ્મ સીન્સ.
અમિતાભ મડિયા