કૉટમૅન, જોન સેલ (જ. 16 મે 1782, નૉર્ફોક, બ્રિટન; અ. 24 મે 1842, લંડન, બ્રિટન) : નિસર્ગના આલેખન માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર, નૉર્વિચમાં સ્થિર થઈ તેમણે કલાસાધના કરી. લંડનની ‘કિંગ્સ કૉલેજ’માં તેઓ ચિત્રકલાના પ્રાધ્યાપક બન્યા. એમનાં મૌલિક નિસર્ગચિત્રોમાં તેમણે નોફૉક અને યેરમાઉથ સમુદ્રકાંઠાના હવામાનને આબેહૂબ ઝડપ્યું છે.

અમિતાભ મડિયા