સુઝોઉ (Suzhou) : ચીનનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 31° 18´ ઉ. અ. અને 120° 37´ પૂ. રે.. તે સુચોઉ નામથી પણ ઓળખાય છે. આ શહેર નાનજિંગ અને શાંઘહાઈ વચ્ચે આવેલા જિયાંગ્સુ પ્રાંતના કૃષિ-વિસ્તારમાં આવેલું છે. અહીંનાં કારખાનાંઓમાં રસાયણો અને યંત્રસામગ્રીનું ઉત્પાદન લેવાય છે. બાગબગીચા, નહેરો અને પૅગોડા માટે તે જાણીતું છે. હસ્તકલાકારીગરીમાં નિષ્ણાત બનેલા અહીંના શ્રમિકો જેડ રત્ન પર કોતરકામ કરે છે. વળી તેઓ રેશમનું વણાટકામ પણ કરે છે. 1995 મુજબ આ શહેરની વસ્તી 10.20 લાખ જેટલી છે.
જાહનવી ભટ્ટ