સિલ્ટ (Silt) : એક પ્રકારનો નિક્ષેપ.  મિમી.થી   મિમી. વ્યાસના પરિમાણવાળા સૂક્ષ્મકણોથી તે બનેલો હોય છે. 80 % કે તેથી વધુ સિલ્ટ હોય અને 12 % કે તેથી ઓછી માટી હોય, એ પ્રકારના ઘટકોના બંધારણવાળી જમીનને પણ સિલ્ટ કહેવાય. પ્રધાનપણે સિલ્ટ-કક્ષાના કણોથી ઘનિષ્ઠ બનેલા, અતિસૂક્ષ્મ દાણાદાર ખડકને સિલ્ટપાષાણ (Siltstone) કહી શકાય. સિલ્ટપાષાણ-કક્ષાના ખડકનો સમાવેશ મૃણ્મય ખડક-પ્રકારમાં કરવામાં આવે છે. આ ખડકો પંકપાષાણ-(mudstone)ને મળતા આવે છે.

સારણી : મૃણ્મય ખડક-પ્રકારોનું વર્ગીકરણ

ગિરીશભાઈ પંડ્યા