હૉલૅન્ડાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : Ba(Mn2+, Mn4+, Fe3+)8O16. સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો ટૂંકા પ્રિઝમ સ્વરૂપવાળા, બંને છેડે ચપટા પિરામિડવાળા. મોટે ભાગે દળદાર; રેસાદાર. ક્યારેક કાંકરીઓ જેવા પણ મળે. કઠિનતા : 6. ઘનતા : 4.95. સંભેદ : પ્રિઝમને સમાંતર, સ્પષ્ટ. પ્રભંગ : બરડ. રંગ : કાળો, રાખોડી કાળાથી ચાંદી જેવો રાખોડી; અપારદર્શક. ચમક ધાત્વિકથી નિસ્તેજ. ચૂર્ણ રંગ કાળો.
પ્રાપ્તિસ્થાનો : નેવાડા (યુ.એસ.), સ્વીડન, જર્મની, ભારતમાંથી મળે છે.
ગિરીશભાઈ પંડ્યા