હિન્ડમાર્શ સરોવર : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું સ્વચ્છ જળનું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 36° 00´ દ. અ. અને 142° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે જેપારિત(Jeparit)થી ઈશાનમાં આશરે 5 કિમી.ના અંતરે ડિમ્બલશાયરમાં આવેલું છે. તેના કાંઠાની લંબાઈ 64 કિમી. જેટલી છે. તેમાં જ્યારે જળ ભરાય છે ત્યારે પણ તેની જળસપાટી એકસરખી રહેતી નથી. સૂકાં વર્ષો દરમિયાન તે સુકાઈ જાય છે ત્યારે તેની તળસપાટી ક્ષારની પોપડીવાળી બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા