સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus)
January, 2009
સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (bulk elasticity modulus) : હૂકના નિયમનું પાલન કરતા પદાર્થ માટે પ્રતિબળ (stress) અને વિકૃતિ(strain)નો ગુણોત્તર.
સ્થિતિસ્થાપકતા એ દ્રવ્યનો અગત્યનો યાંત્રિક ગુણધર્મ છે. આવો ગુણધર્મ આંતર-અણુ અથવા પરમાણુ બળો અને પદાર્થના સ્ફટિક બંધારણ પર આધાર રાખે છે.
સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક (કદ સ્થિતિસ્થાપકતા અંક) B : જ્યારે પદાર્થ પર દબાણ લગાડવામાં આવે ત્યારે તેના કદમાં ઘટાડો થાય છે. અથવા પદાર્થ પરથી દબાણ દૂર કરવામાં આવે ત્યારે તેના કદમાં વધારો થાય છે.
જો દબાણમાં થતા વધારાને ΔPથી દર્શાવીએ અને તેને અનુરૂપ V કદમાં થતા ઘટાડાને ΔVથી દર્શાવીએ તો,
આને આધારે સ્થૂલ પ્રત્યાસ્થ ગુણાંક Bની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે :
દબાણના ફેરફાર DPને પ્રતિબળ ગણીએ છીએ.
જ્યારે દબાણમાં વધારો ΔP થાય ત્યારે કદમાં થતા ઘટાડા ΔVને ઋણ લેવામાં આવે છે અને જ્યારે દબાણમાં ઘટાડો ΔP થાય ત્યારે કદમાં થતા વધારા ΔVને ધન લેવામાં આવે છે. આ સંજોગોમાં Bનું મૂલ્ય ધન મળી રહે તે માટે સમીકરણ (1)માં ઋણ ચિહન રાખવામાં આવ્યું છે
સુમંતરાય ભીમભાઈ નાયક