સ્ટેનાઇટ (stannite) : ઘંટની બનાવટમાં ઉપયોગી ધાતુખનિજ. રાસા. બં. : કલાઈનું સલ્ફાઇડ. Cu2S·FeS·SnS2. તાંબુ : 29.5 %. લોહ : 13.1, કલાઈ : 27.5 %. ગંધક : 29.9. સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ-સ્ફિનૉઇડલ; યુગ્મતાને કારણે સ્યુડોઆઇસોમૅટ્રિક-ટેટ્રાહેડ્રલ. સ્ફ. સ્વ. : યુગ્મ સ્ફટિકો; દળદાર, દાણાદાર અને વિખેરણ રૂપે. ચમક : ધાત્વિક. સંભેદ : ક્યૂબિક-અસ્પષ્ટ. પ્રભંગ : ખરબચડો, બરડ. કઠિનતા : 3.5. વિ. ઘ. : 4.3થી 4.522; કેટલાકમાં 4.506. રંગ : પોલાદ જેવો રાખોડીથી કાળાશ પડતો. હવામાં ખુલ્લો રહેતાં વાદળી બને; જો તેમાં ચાલ્કોપાયરાઇટ હોય તો પીળાશ પડતો બને. ચૂર્ણરંગ : શ્યામ. દેખાવ : અપારદર્શક.
પ્રાપ્તિસ્થિતિ : કલાઈધારક શિરાઓમાં તે કૅસિટરાઇટ, ચાલ્કોપાયરાઇટ, ટેટ્રાહેડ્રાઇટ અને પાયરાઇટ સાથે મળે. ઊંડાણમાંથી ઉપર ચઢતાં ઉષ્ણજળજન્ય આલ્કલી દ્રાવણોની અંતિમ પેદાશ તરીકે મળે.
પ્રાપ્તિસ્થાનો : ચેકોસ્લોવૅકિયા, કૉર્નવૉલ (ઇંગ્લૅન્ડ), દક્ષિણ ડાકોટા, બોલિવિયા (બૉલિવિયેનાઇટ ખનિજ-સ્વરૂપે).
ગિરીશભાઈ પંડ્યા