સુગાઈ, કુમી (Sugai, Kumi) (જ. 1919, કોબે, જાપાન; અ. 1996, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક જાપાની ચિત્રકાર. કોબે ખાતે તેમણે કલા-અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો થતાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે જાપાની લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ પૂરું થતાં સમગ્ર યુરોપનો પ્રવાસ કર્યો અને પૅરિસમાં સ્થાયી થઈને ચિત્ર અને શિલ્પનું સર્જન શરૂ કર્યું. તેમણે જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારોના પ્રભાવ હેઠળ બળકટ અભિવ્યક્તિ ધરાવતાં ચિત્રો ચીતર્યાં અને શિલ્પ ઘડ્યાં.
અમિતાભ મડિયા