સંગતિ (conformity) : સ્તરબદ્ધતાનું સાતત્ય. સ્તરોમાં જોવા મળતું સંરચનાત્મક વલણ. કોઈ પણ જાતના વિક્ષેપ કે નિક્ષેપવિરામ (depositional break) વિના, જ્યારે કણજમાવટની ક્રિયા સતત ચાલુ રહે, જામેલા કોઈ પણ સ્તર કે સ્તરોનું ધોવાણ થયા વિના કોઈ એક સ્થાનમાં એકબીજા ઉપર સમાંતર સ્થિતિમાં સ્તરો કે સ્તરસમૂહો ગોઠવાયેલા હોય ત્યારે તેમને સંગત સ્તરો (conformable beds) કહે છે. સંગત સ્તરોના પારસ્પરિક સંબંધથી નિર્માણ થતી રચનાત્મક સ્થિતિ કે દેખાવને સંગતિ કહેવાય. (સંબંધિત માહિતી માટે જુઓ અસંગતિ, સ્તર, સ્તરરચના.)
ગિરીશભાઈ પંડ્યા