ષન્મુગસુંદરમ્, મોહન (જ. 11 ફેબ્રુઆરી 1930, ઉડુમલ્પેટ, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને ભારતીય અંગ્રેજી લેખક. તેમણે એમ.એ., એમ.એલ. અને ડી. લિટ.ની પદવીઓ મેળવી. ત્યારબાદ ન્યાયતંત્રમાં જોડાયા. 197588 દરમિયાન મદ્રાસ હાઇકોર્ટ જજ; 1988માં મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય-ન્યાયમૂર્તિ; 1989માં મુખ્ય ન્યાયમૂર્તિ; કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ; છેલ્લે સુપ્રીમ કોર્ટ ઑવ્ ઇન્ડિયાના ન્યાયમૂર્તિ તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ મોરોક્કો ખાતે ‘વર્લ્ડ કૉન્ગ્રેસ ઑવ્ પોએટ્સ’ના વાઇસ પ્રેસિડેન્ટ રહેલા.
તેમણે 11 ગ્રંથો આપ્યા છે. અંગ્રેજીમાં : ‘જેનિસિસ’ (1981) અને ‘વાઇલ્ડ બ્લૂમ્સ’ : રૅન્ડમ રિફલેક્શન્સ’ (1989) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘ઉન્માઈ ઉરંગુવાતિલ્લાઈ’ (1988) અને ‘પુયલ’ (1988) બંને મુખ્ય તમિળ નવલકથાઓ છે.
બળદેવભાઈ કનીજિયા