વિષમદૈશિકતા (anisotropy)
February, 2005
વિષમદૈશિકતા (anisotropy) : એવી રાશિ કે ગુણધર્મ, જે દિશા સાથે બદલાય છે. જે માધ્યમમાં કોઈક ભૌતિક રાશિ દિશા સાથે બદલાતી હોય તો તેને વિષમદૈશિક કહે છે. ઘણાખરા સ્ફટિકો વિદ્યુતના સંદર્ભમાં વિષમદૈશિકતા ધરાવે છે; જ્યારે વિદ્યુતચુંબકીય વિકિરણ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા વેગથી પ્રસરે છે. ત્યારે ધ્રુવીભવન (polarization) જેવો મહત્વનો ગુણધર્મ જોવા મળે છે.
વિષમ દૈશિક ઘન પદાર્થોમાં કેટલીક અવકાશદિશાઓ બીજી દિશાઓ કરતાં ભિન્ન હોય છે. આવો ઘન પદાર્થ દિશા-આધારિત પ્રતિસાદ આપે છે. ઑર્થોર્હૉમ્બિક મૉનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક વર્ગના સ્ફટિકો વિષમદૈશિક હોય છે.
આનંદ પ્ર. પટેલ