વિપથન અચલાંક (Constant of Aberration) : પ્રકાશની ગતિ અને પૃથ્વીની ગતિને કારણે તારાના સ્થાનમાં થતું દેખીતું પરિવર્તન અથવા વિપથન. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, જો પૃથ્વી સ્થિર હોય તો, દૂરબીન દ્વારા S તારાને જોતાં તેનું સ્થાન દૂરબીનની પ્રકાશકીય ધરી ઉપર J બિંદુ ઉપર દેખાવું જોઈએ.

વિપથન અચલાંક
પરંતુ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પૃથ્વીની ગતિ તીરની દિશામાં હોવાથી, તારાનો પ્રકાશ J´ બિંદુ ઉપર પહોંચે છે. આથી દેખીતી રીતે તારાનું સ્થાન પૃથ્વીની ગતિની દિશામાં ખસે છે. પૃથ્વીના દૈનિક અક્ષભ્રમણને કારણે દૈનિક વિપથન થાય છે, જેનું મૂલ્ય 0´´.3 છે. જ્યારે પૃથ્વીની સૂર્ય ફરતી વાર્ષિક પ્રદક્ષિણાને લીધે થતા વિપથનનું મૂલ્ય 20´´. 47 છે, જેને ‘વિપથન અચલાંક’ કહેવાય છે.
પરંતપ પાઠક