લાજમી, લલિતા (જ. 1932, કોલકાતા) : એકરંગી (monochrome) નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતાં આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર અને છાપ-ચિત્રકાર.

મુંબઈ, અમદાવાદ, 1961 પછી વડોદરા, કોલકાતા તથા વિદેશમાં સિયેટલ (યુ.એસ.), જર્મની, ઇટાલીમાં તેમણે પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમની છાપ-ચિત્રકલા જર્મની, અમેરિકા અને જાપાનમાં સમૂહ-પ્રદર્શનોમાં રજૂ થઈ છે.

અમિતાભ મડિયા