રુડેશિયસ ખડકો : ગોળાશ્મ કે કોણાશ્મ બંધારણવાળા જળકૃત ખડકો. કણજન્ય જળકૃત ખડકોનું તેમાંના ખનિજઘટકોનાં કણકદ મુજબ ત્રણ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે : રુડાઇટ સમૂહ

પાષાણભૂત ગોળાશ્મો – કોણાશ્મો (અ) ગોળાશ્મોધારક કોંગ્લોમરેટ (બ) કોણાશ્મોધારક બ્રેક્સિયા

ગોળાઈની કક્ષાઓ : (1) કોણાકાર, (2) ઉપકોણાકાર, (3) ઉપગોળાકાર, (4) ગોળાકાર, (5) પૂર્ણગોળાકાર
અથવા ગોળાશ્મવાળા, દા.ત., કોંગ્લૉમરેટ; એરેનાઇટસમૂહ અથવા રેતીવાળા, દા.ત., રેતીખડક; લ્યૂટાઇટ સમૂહ અથવા માટીવાળા, દા.ત., શેલ. આ પૈકીના પ્રથમ પ્રકારવાળા રુડેશિયસ ખડકો 2 મિમી. કે તેથી વધુ કદવાળા ગ્રૅવલ કે નાના-મોટા લઘુ-ગુરુ ગોળાશ્મથી બનેલા હોય છે. આ પરિમાણવાળાં કણદ્રવ્યો જ્યારે સંશ્લેષિત બને છે ત્યારે દૃઢીભૂત થતા ખડકો રુડેશિયસ અથવા ગોળાશ્મવાળા ખડકો કહેવાય છે. તેમના બંધારણમાં રહેલાં કણદ્રવ્યો (ઉપલો) જો ગોળાકાર, અર્ધગોળાકાર કે લંબગોળાકાર (કોઈ પણ સ્વરૂપની ગોળાઈવાળાં) હોય તો તેને કોંગ્લૉમરેટ અને ઓછાવત્તા કોણાકાર હોય તો તેને બ્રેસિયા કહે છે. (જુઓ આકૃતિઓ.) આ ઉપરાંત ગોળાશ્મના કદને આધારે પણ તેમને ત્રણ પેટાવિભાગોમાં વહેંચેલા છે : સૂક્ષ્મ ગોળાશ્મવાળા, મધ્યમ ગોળાશ્મવાળા અને સ્થૂળ ગોળાશ્મવાળા. રેતીના સંમિશ્રણ સાથેની ગોળાશ્મોની ટકાવારી મુજબ પણ તેમને જુદા પાડી શકાય છે : 50 % કે વધુ ગોળાશ્મો હોય તો કોંગ્લૉમરેટ, 25 %થી 50 % ગોળાશ્મો હોય તો રેતીવાળા કોંગ્લૉમરેટ અને
25 %થી ઓછા ગોળાશ્મધારક ખડકને કોંગ્લૉમરેટયુક્ત રેતીખડક કહેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા