રહાઇન ધોધ : મધ્ય યુરોપના ઉત્તર સ્વિટ્ઝર્લૅન્ડ વિભાગમાં શાફહૉસેનથી નીચે તરફ આવેલો ભવ્ય ધોધ. પ્રપાતો સહિત આ જળધોધનો કુલ પાત 30 મીટર જેટલો થાય છે. તેની પહોળાઈ 164 મીટરની છે. વાસ્તવમાં તેના બે ભાગ પડે છે, જે સ્તંભાકાર ખડક- રચનાથી અલગ પડે છે. આ ધોધનો જમણી બાજુનો પાત 15 મીટરનો અને ડાબી બાજુનો 21 મીટરનો છે. પહાડોમાં થતા હિમગલનથી આ ધોધમાં જૂન-જુલાઈમાં પાણીનું પ્રમાણ વધુ રહે છે.
ગિરીશભાઈ પંડ્યા