રંગૂન (નદી) : દક્ષિણ મ્યાનમારમાં પાટનગર રંગૂન ખાતે આવેલી દરિયાઈ નાળ (marine estuary). આ નાળ પેગુ અને મીતમાકા નદીઓના સંગમથી બને છે. આ નાળનાં પાણી રંગૂનથી 40 કિમી. અગ્નિ તરફ આંદામાન સમુદ્રના મર્તબાન અખાતમાં ઠલવાય છે. પશ્ચિમ તરફ ઇરાવદી નદી સાથે ત્વાન્તે નહેર (1883માં તે સર્વપ્રથમ ખોદવામાં આવેલી) મારફતે તેને સાંકળવામાં આવેલી છે. આ નાળ યાન્ગોન (જૂનું નામ રંગૂન) જવા માટે મુખ્ય જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. વળી આ નાળમાંથી મહાસાગર તરફ જતાં વહાણો પણ પસાર થઈ
જાહ્નવી ભટ્ટ