યાદવ, કનૈયાલાલ રામચંદ્ર

January, 2003

યાદવ, કનૈયાલાલ રામચંદ્ર (જ. 10 એપ્રિલ 1932, રતલામ, મ. પ્ર.; અ. 21 જૂન 1992) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મૂળ યુ. પી.ના ભૈયા વર્ગના યાદવે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. પ્રભાવવાદી તેમજ શોભનશૈલીએ નિસર્ગચિત્રો કરવા માટે થઈને તેઓ લોકપ્રિય થયા હતા. તેઓ વિશાળ નેત્રો અને ઘેરી ત્વચા ધરાવતી, ગ્રામીણ પરિવેશમાં વિચરતી માનવ-આકૃતિઓનાં ચિત્રો પણ ચીતરતા હતા.

અમિતાભ મડિયા