માન્સાર્ડ રૂફ : એક પ્રકારની છત-રચના. તેનું નામ તેના શોધક પરથી અપાયેલ છે. તેને ‘કર્બ’ રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્સાર્ડ રૂફનો પ્રાથમિક ઉપયોગ મકાનની ઊંચાઈ ઘટાડવા તથા ઓરડાની સંખ્યામાં વધારો કરવા થાય છે. તેના પ્રયોગથી એક રીતે ઓછા

મન્સાર્ડ રૂફ
વિસ્તારમાં વધુ ઓરડાની જરૂરિયાત સંતોષાય છે. આવી છત સામાન્ય રીતે લાકડાના બનેલ ભાગો મજાગરાંમાં જોડીને બનાવવામાં આવે છે. આ પ્રકારની છતનું માળખું ખાસ કરીને ફ્રાન્સ અને જર્મનીના મહેલોમાં વાપરવામાં આવતું.
રણધીર વસાવડા