બિટોનાઇટ (bytownite) : પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પાર સમૂહનું ખનિજ. રાસા. બં. : nNaAlSi3O8 સહિત mCaAl2Si2O8 જે સંજ્ઞાકીય સ્વરૂપે Ab30An70થી Ab10An90 સૂત્રથી રજૂ થાય છે. સ્ફ. વ. : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકાર, b-અક્ષમાં ચપટા; પ્રાપ્તિ વિરલ; મોટે ભાગે દળદાર-વિભાજનશીલ, દાણાદાર અથવા ઘનિષ્ઠ પણ મળે. યુગ્મસ્ફટિકો સામાન્ય રીતે મળે – યુગ્મતા કાર્લ્સબાડ, આલ્બાઇટ અને પેરિક્લિન નિયમ મુજબ. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ, (010) લગભગ પૂર્ણ, (110) અપૂર્ણ. ભંગસપાટી : ખરબચડીથી વલયાકાર સુધીની, બરડ. ચમક : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 6થી 6.5. વિ. ઘ. :  2.72થી 2.74. પ્રકા. અચ. : α = 1.561, β = 1.565, γ = 1.570. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 86°. પ્રાપ્તિસ્થિતિ : નોરાઇટ અને એનૉર્થોસાઇટ જેવા બેઝિક અંત:કૃત ખડકોમાં અને જ્વાળામુખી ખડકોમાં ખડકનિર્માણ ખનિજ તરીકે, કેટલાક વિકૃત ખડકો તેમજ ઉલ્કાઓમાં પણ જોવા મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., સ્કૉટલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સ્વીડન, જાપાન, ટ્રાન્સવાલ વગેરે.

ગિરીશભાઈ પંડ્યા