ફ્લૂટકાસ્ટ (flute cast) : જળકૃત ખડકસ્તરો સાથે સંકળાયેલી વિશિષ્ટ પ્રકારની સંરચના. તે વમળવાળા પ્રવાહ દ્વારા ઘસાયેલા સળ રૂપે હોય છે, જે પછીથી સ્થૂળ (મોટા પરિમાણવાળા) નિક્ષેપથી પૂરણી પામે છે. વળી તે રેતીખડકના સ્તરોની અધ:સપાટી પર જોવા મળતા આછા શંકુ આકારના સ્પષ્ટ વળાંકો પણ છે, જેમનો એક છેડો ગોળાઈવાળો કે ઊપસેલા પરપોટા જેવો અને બીજો છેડો રેતીખડકના તલની રેખાંકિત સપાટી સાથે ક્રમશ: ભળી જતો હોય છે.

ગિરીશભાઈ પંડ્યા