પીળિયો : વિષાણુથી વનસ્પતિમાં થતો પાનનો રોગ. વિષાણુઓનું પાન પર આક્રમણ થતાં પાનનો કુદરતી લીલો રંગ ઓછો થાય છે અને પાનમાં પીળાશ વધતી જાય છે. મુખ્યત્વે પાનમાં નીલકણોનું પ્રમાણ ઘટવાથી વનસ્પતિને પીળિયો થાય છે. પાન પીળાં થતાં આખો છોડ પણ પીળો દેખાય છે. આ વિષાણુનો ફેલાવો જીવાત મારફત તેમજ અન્ય રસ મારફત થાય છે. વિષાણુનો મુખ્ય ફેલાવો જીવાત મારફત થતો હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરી ફેલાવો અટકાવી શકાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ