પાલયનકોટ્ટઈ : તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 9o 43′ ઉ. અ. અને 77o 44′ પૂ. રે.. તે પાલમકોટ્ટાહ તરીકે પણ ઓળખાય છે. તિરુનેલવેલી શહેરના પૂર્વ ભાગમાં તેના જોડિયા શહેર તરીકે તામ્રપર્ણી નદીની આસપાસ તે વસેલું છે. અગાઉ તે આ જિલ્લાનું મુખ્ય વહીવટી જિલ્લામથક હતું, પરંતુ તિરુનેલવેલીમાં ભેળવી દેવાયા બાદ હવે માત્ર શૈક્ષણિક મથક તરીકે તે મહત્ત્વનું ગણાય છે. અહીં મદુરાઈ-કામરાજ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો તથા શાળાઓ આવેલી છે. 2011 મુજબ આ જોડિયા શહેરની વસ્તી 3,65,932 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા